સોમનાથ મંદિર નો ઇતિહાસ, મહત્વ, આરતી અને દર્શન સમય – somnath mandir no itihas

somnath mandir no itihas

શ્રી સોમનાથ મંદિર ભારતના પ્રાચીન અને મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળોમાંનું એક છે. આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે અને હિંદુઓના બાર જ્યોતિર્લિંગોમાંનું પ્રથમ છે. ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા વેરાવળ બંદર પાસે આવેલું, આ મંદિર માત્ર ધાર્મિક જ નહીં પણ ઐતિહાસિક દૃષ્ટિએ પણ અનન્ય છે. ચાલો, somnath mandir no itihas કથા, મહત્વ, આરતી અને દર્શન સમય વિશે વિગતવાર જાણીએ.

સોમનાથ મંદિર નો ઇતિહાસ અને મહત્વ – somnath mandir no itihas

ગુજરાતના કાઠિયાવાડ વિસ્તારમાં સમુદ્રકિનારે સ્થિત પ્રભાસ ક્ષેત્રે સોમનાથ નામના વિશ્વપ્રસિદ્ધ મંદિરમાં બાર જ્યોતિર્લિંગોમાંનું એક જ્યોતિર્લિંગ સ્થાપિત છે. આ પવિત્ર સ્થાનનું મહાત્મ્ય મહાભારત, શ્રીમદ્ ભાગવત અને સ્કંદ પુરાણ જેવા પવિત્ર ગ્રંથોમાં વર્ણવવામાં આવ્યું છે. ચંદ્રદેવનું એક નામ “સોમ” પણ છે, જેમણે ભગવાન શિવને પોતાનો નાથ માનીને અહીં તપસ્યા કરી હતી, જેના કારણે આ સ્થાનને “સોમનાથ” નામ આપવામાં આવ્યું.

કહેવામાં આવે છે કે સોમનાથ મંદિરના મુખ્ય શિવલિંગને હવામાં સ્થિત રાખવામાં આવ્યું હતું, જે વાસ્તુકલાનો એક અદભુત નમૂનાની નિશાની હતી. શિવલિંગ ચુંબકીય શક્તિ દ્વારા હવામાં સ્થિત રહેતું હતું. મહમૂદ ગઝનવી જ્યારે આ મૂર્તિ અને મંદિર જોઈને આશ્ચર્યચકિત થયો હતો, ત્યારે તેને મંદિરને તોડવાનો અને લૂંટવાનો નિર્ણય લીધો.

સૌપ્રથમ આ મંદિર ઈસાપૂર્વે બનાવાયું હોવાનું માનવામાં આવે છે. 649 ઈ.સમાં વલ્લભીના મૈત્રક રાજાઓએ તેનું પુનર્નિર્માણ કર્યું હતું. 725 ઈ.સ માં સિંધી સુલતાન અલ-જુનૈદે આ મંદિર તોડી નાંખ્યું. 815 ઈસવીમાં પ્રતિહાર રાજા નાગભટ્ટે તેનો ફરીથી નવનિર્માણ કરાવ્યું.

1024 ઈ.સ માં મહમૂદ ગઝનવીએ 5000 સાથીઓ સાથે સોમનાથ પર આક્રમણ કર્યું, મંદિરની સંપત્તિ લૂંટી અને તેને નષ્ટ કરી નાખ્યું. આ હુમલા દરમિયાન હજારો નિહથ્થા ભક્તો માર્યા ગયા, જે મંદિરમાં પૂજા કરી રહ્યા હતા અથવા મંદિરની રક્ષા માટે એકઠા થયા હતા.

મહમૂદના આક્રમણ પછી, ગુજરાતના રાજા ભીમદેવ અને માલવાના રાજા ભોજે મંદિરનો ફરીથી ઉદય કર્યો. 1093 ઈ.સ માં સિદ્ધરાજ જયસિંહે અને 1168 ઈ.સ માં વિજયેશ્વર કુમારપાલે મંદિરના સૌંદર્યમાં વધારો કર્યો.

સૌથી વધુ મંદિરને નુકશાન ઈ.સ1297, 1395, 1412 અને પછી 1665 અને 1706  સમય દરમિયાન થયું. આક્રમણકારોમાં અલાઉદ્દીન ખિલજી, મુઝફ્ફરશાહ અને ઔરંગઝેબ મુખ્ય હતા. ઔરંગઝેબના સમયમાં મંદિરને નષ્ટ કરાયું અને ભક્તોને જીવતાં મારવામાં આવ્યા. ભારતના સ્વાતંત્ર્ય પછી, સરદાર વલ્લભભાઈ પટેલે સમુદ્રજળ લઈ નવા મંદિરના નિર્માણ માટે સંકલ્પ કર્યો. 1950માં મંદિરના પુનર્નિર્માણની શરૂઆત થઈ.

શ્રી સોમનાથ મંદિરની કથા

somnath mandir no itihas

શ્રી સોમનાથ મંદિરના પૌરાણિક મહત્ત્વ અને આકર્ષક કથાઓએ તેને વિશ્વ પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ બનાવ્યું છે. કહેવાય છે કે ભગવાન સોમ, એટલે કે ચંદ્રદેવ,એ શ્રી સોમનાથમાં પોતાની તપસ્યા દ્વારા ભગવાન શિવને પ્રસન્ન કર્યા હતા.

કથા મુજબ, ચંદ્રદેવે પ્રજાપતિ દક્ષની 27 કન્યાઓ સાથે વિવાહ કર્યો, પરંતુ તે માત્ર રોહિણીને વિશેષ પ્રેમ કરતા હતા. બાકીની પત્નીઓના રોષથી પ્રજાપતિ દક્ષે ચંદ્રદેવને ક્ષયરૂપ શાપ આપ્યો, જેના કારણે ચંદ્રમાનો તેજ ઓગળી જતું રહ્યું. દુખી ચંદ્રદેવે ભગવાન શિવની આરાધના કરી. તેમના ભક્તિભાવથી પ્રસન્ન થઈને, ભગવાન શિવે તેમને શાપમાંથી મુક્તિ આપી.

શ્રાપની અસર ઓછી કરવા માટે, ચંદ્રદેવે અહીં શિવલિંગની સ્થાપના કરી, જે “સોમનાથ” તરીકે ઓળખાયું, જેનો અર્થ છે “સોમના સ્વામી”. માન્યતા છે કે આ સ્થળે ભગવાન શિવ એ ચંદ્રદેવને આશીર્વાદ આપ્યા હતા અને ત્યાથી આ મંદિર પવિત્રધામ બની ગયું.

આ કથા માત્ર શિવભક્તિના મહત્વને દર્શાવે છે નહીં પરંતુ શિવજીના અનુકંપા અને ભક્તજનો માટેની કરુણાને પણ ઉજાગર કરે છે. આજ સુધી, લાખો શ્રદ્ધાળુઓ ભગવાન સોમનાથના દર્શન માટે આ પવિત્ર સ્થળે આવે છે અને તેમની કૃપા પ્રાપ્ત કરે છે.

સોમનાથ મંદિર ની આરતી નો સમય 

  • મંગલ આરતી: સવારે 7:00 વાગ્યે
  • શૃંગાર આરતી: બપોરે 12:00 વાગ્યે
  • સાંજ આરતી: સાંજે 7:00 વાગ્યે
  • રાત્રિ આરતી: રાત્રે 9:00 વાગ્યે

સોમનાથ મંદિર દર્શન સમય

મંદિર સવારે 6:00 વાગ્યાથી રાત્રે 10:00 વાગ્યા સુધી ખુલ્લું રહે છે. આ દરમિયાન ભક્તો ભગવાન શિવના દર્શન કરી શકે છે અને આરતીમાં સામેલ થઈ શકે છે.

સોમનાથ મંદિર કેવીરીતે પહોંચવું 

બસ દ્વારા:  સોમનાથ રસ્તાઓ દ્વારા અન્ય શહેરો સાથે સારી રીતે જોડાયેલું છે. અમદાવાદ, જામનગર, જૂનાગઢ, વડોદરા અને સુરતથી નિયમિત બસ સેવા ઉપલબ્ધ છે. જૂનાગઢથી સોમનાથનું અંતર 92 કિમી છે. અમદાવાદ થી 400 કિમી અને ભાવનગરથી 270 કિમી દૂર છે. તમે સરકારી અથવા ખાનગી બસોથી સોમનાથ મંદિર પહોંચી શકો છે.

રેલ દ્વારા:  સોમનાથ રેલ્વે માર્ગે ગુજરાત અને ભારતના અન્ય ભાગો સાથે સારી રીતે જોડાયેલું છે. સોમનાથથી નજીકના વેરાવળ રેલ્વે સ્ટેશનનું અંતર માત્ર 6 કિમી છે. અમદાવાદથી 420 કિમી અને વડોદરાથી 530 કિમી દૂર છે. મુંબઈથી સીધી ટ્રેનો ઉપલબ્ધ છે, જ્યારે દિલ્હી, કોલકાતા અને બેંગલુરુ જેવી મેટ્રો સિટીથી કનેક્ટિંગ ટ્રેનો દ્વારા પહોંચી શકાય છે.

હવાઈ માર્ગ દ્વારા:  સોમનાથથી નજીકનું કેશોદ એરપોર્ટ 50 કિમી અંતરે છે. અહીંથી મુંબઈ, અમદાવાદ અને અન્ય મહત્ત્વના શહેરો માટે નિયમિત ફ્લાઇટ્સ ઉપલબ્ધ છે.

પ્રશ્નો :

1. સોમનાથ મંદિર ની સ્થાપના કોણે કરી હતી?

સોમનાથ મંદિરની સ્થાપના સોમદેવ એટલે ચંદ્રદેવે કરી હતી, એટલે મંદિર ને સોમનાથ તરીકે ઓરખાય છે.

2. સોમનાથ મંદિર કયા જિલ્લામાં આવેલું છે?

સોમનાથ એ ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશના પ્રભાસ પાટણ, વેરાવળમાં દરિયાકિનારે આવેલું એક ભવ્ય મંદિર છે.

3. સોમનાથ મંદિર સ્થાપના દિવસ ?

11 મે, 1951ના વૈશાખ શુક્લ પંચમીના શુક્રવારે, સવારે 9 વાગ્યાની 46 મિનિટે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદના પુણ્યહસ્તે હાલના જ્યોતિર્લિંગની પ્રાણ પ્રતિષ્ઠા વિધિવત રીતે કરવામાં આવી હતી.

4. સોમનાથ મંદિર કોણે બંધાવ્યું?

મધ્યકાલીન યુગમાં સોમનાથનું પહેલું મંદિર ૨૦૦૦ વર્ષ પૂર્વે નિર્માણ કરાવ્યું હતું. ત્યારપછી વલ્લભીવંશના શાસક રાજા મૈત્રકે પહેલાં મંદિરનો જીર્ણોદ્ધાર કરી મંદિરનું પુનઃનિર્માણ કરાવ્યું. જે ૪૮૭ થી ૭૬૭ સુધીનો સમય ગણાય છે. એક શિલાલેખ ને આધારે કહેવાય છે કે માળવાના ભોજ પરમારે અહીં મંદિરનું નિર્માણ કરાવ્યું હતું.

5. સોમનાથ મંદિરનો જિર્ણોદ્ધાર કયા કાળ દરમિયાન થયો હતો?

ઇ. સ. ૬૪૯ની સાલમાં વલ્લભીવંશના શાસક રાજા મૈત્રકે પહેલાં મંદિરનો જીર્ણોદ્ધાર કરી તેના સ્થાને બીજું મંદિરનું નિર્માણ કરાવ્યું. આ સમય સન ૪૮૭ થી ૭૬૭ સુધીનો ગણાય છે.

6. સોમનાથ મંદિર ક્યાં આવેલું છે

સોમનાથ એ ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશના પ્રભાસ પાટણ, વેરાવળમાં દરિયાકિનારે આવેલું એક ભવ્ય મંદિર છે.

નિષ્કર્ષ:

શ્રી સોમનાથ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નથી, પરંતુ તે ભારતીમાં somnath mandir no itihas, સંસ્કૃતિ અને ભક્તિનું પ્રતીક છે. તેના પુરાણોમાં દર્શાવેલા મહત્વ, ઐતિહાસિક પુનર્નિર્માણ અને આધ્યાત્મિક વાતાવરણને કારણે તે દેશ-વિદેશના શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. અહીંની યાત્રા માત્ર ધાર્મિક અનુભવો નથી, પરંતુ તે આત્માને શાંતિ અને સંતોષ આપે છે. તમને આ લેખ પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથ શેયર જરૂર કરો .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *