વડોદરામાં આવેલા પ્રખ્યાત ફરવા લાયક સ્થળો…

 લક્ષ્મી વિલાસ પેલેસ

લક્ષ્મી વિલાસ મહેલ એ વડોદરા માં આવેલ ગાયકવાડ રાજવંશના મહેલ નું નામ છે. તે ૧૮૯૦ માં મહારાજા સયાજીરાવ ગાયકવાડના હુકમ પર બાંધવામાં આવ્યો હતો. મહેલની અંદર ધ્યાનાકર્ષિત ધાતુની મુર્તીઓ, જુના હથિયારો તથા મોઝેઇક અને ટેરાકોટા રાખવામા આવેલા છે.

પ્રતાપ વિલાસ પેલેસ

પ્રતાપ વિલાસ મહેલ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના વડોદરા શહેરના ખ્યાતનામ વિસ્તાર લાલબાગ નજીક આવેલ ગાયકવાડી જમાનાનો મહેલ છે.

આ મહેલ ઇ. સ. ૧૯૧૪ની સાલમાં બનાવવામાં આવ્યો હતો. આશરે ૫૫ એકર જમીનમાં બગીચા અને ઘાસની લીલીછમ ચાદર વચ્ચે પ્રતાપ વિલાસ મહેલ આવેલ છે.

હાલમાં આ મહેલ ભારતીય રેલ્વેની સ્ટાફ કોલેજમાં રુપાંતરિત થઇ ગયેલ છે. આ કોલેજ ભારતીય રેલ્વેમાં જોડાયેલ નવા તેમજ જુનાં ઓફિસર અને એક્ઝીક્યુટીવ કક્ષાનાં માણસોને તાલિમ આપે છે.

નજરબાગ પેલેસ

નજર બાગ મહેલ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા વડોદરા જિલ્લા તેમ જ વડોદરા તાલુકાના મુખ્ય મથક તેમ જ આઝાદી પહેલાંના સમયના ગાયકવાડી શાસનના મુખ્ય મથક એવા વડોદરા શહેરમાં માંડવી દરવાજા પાસે આવેલ જુનામાં જુનો ગાયકવાડી મહેલ છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *